વૃક્ષ...
વૃક્ષ...
1 min
6.8K
સરિતામાં ખળખળવું થોડું..
પાળે જઈ ટળવળવું થોડું...
ભાનું થઈ ઝળહળવું થોડું..
આગ બની ભડભડવું થોડું...
વલ્કલરૂપી વસ્ત્રો ત્યજી..
ગરમીમાં સળવળવું થોડું...
થાય હિમાલય ટાઢો જ્યારે..
ઠંડીમાં થરથરવું થોડું...
વાતા વામાં આજે ઝૂમી..
ગીત હવે ગણગણવું થોડું...
બેસે છે વસંત હવે એને..
કૂંપળને ફળફળવું થોડું...
વૃક્ષો થઈ પરકાજે આજે..
આ 'જગત'માં ટમટમવું થોડું.