STORYMIRROR

Goswami Bharat

Others

4  

Goswami Bharat

Others

વમળ

વમળ

1 min
23.4K


ધ્રુજારી જળમાં લાગે છે.

અસર વમળમાં લાગે છે.


કણસતા ભર્યા જીવનમાં

પીડાઓ દળમાં લાગે છે.


શાંત છલકતા સાગરોના

ઘુઘવાટો તળમાં લાગે છે.


લડી રહ્યા સામી છાતીએ

દેશ પ્રેમ બળમાં લાગે છે.


કલમથી જીવતા જણની

વેદના કાગળમાં લાગે છે.


Rate this content
Log in