Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Others Children

4  

Anil Dave

Others Children

વિસરાઈ ગઈ

વિસરાઈ ગઈ

1 min
25


મોય-દાંડીયાને ઠેરીની રમત વિસરાઈ ગઈ,

ચોમાસે ખૂંચણિયાની રમત વિસરાઈ ગઈ.


આ.હા.!, એ દિવસોને ભૂલી નથી શકાતા,

યુવાનીમાં બાળપણની રમત વિસરાઈ ગઈ.


થપ્પો દાવમાં અંચાઈ કરતાં-કરતાં પકડાતા,

કિટ્ટા-બુચ્ચા કરવાની રમત વિસરાઈ ગઈ.


ઘર-લેસન ન કર્યાની સજામાં ફૂટપટ્ટી પડતી,

પક્કડ દાવને છૂટ દડીની રમત વિસરાઈ ગઈ.


બાળપણનું માસુમ ભોળપણ ખોવાઈ ગયું,

પાટી થૂંકથી લુંછવાની આદત વિસરાઈ ગઈ.


Rate this content
Log in