વાતો - 83
વાતો - 83
1 min
151
ખેડૂત ખેતરે ખેતી કરે,
ધાન લોકો માટે ઉપજાવે,
કામ જન કલ્યાણનું કરે,
કદરની ન પરવા કરે,
એવી જ રીતે છે ડોક્ટર,
સેવા તણાં કામમાં માસ્ટર,
આજના ભગવાન કે'વાય,
એમના વિના કેમ રે'વાય ?
સેવાધારી તણો ભેખ ધરી,
દિવસ રાતની સેવા કરી,
દવાખાનાને મંદિર ગણી,
ઉપાધિ પામે એ દેવ તણી,
લોકોની પીડા દૂર કરતાં,
ભૂખ ને પ્યાસ ભૂલી જતાં,
સેવા કાજે તત્પર રહેતા,
આજના જમાનાના દેવતા.
