STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 82

વાતો - 82

1 min
134

પ્લાસ્ટિક ન હતું જયારે,  

શું જીવન ન હતું ત્યારે ? 

જિંદગી સરળ રહેતી, 

સગવડ ઓછી મળતી, 

તકલીફ તો ન જણાતી,


ધીરેથી આગમન થયું, 

પહેલા તે જાડું બનતું,

લોકોને તે ગમતું હતું,

નવાઈ જેવું એ લાગતું, 

બધાને ક્યાં એ મળતું ? 


ધીરે ધીરે પગ પસાર્યો, 

જાડાથી તે ઝીણો થયો, 

ઠેર ઠેર ફરવા લાગ્યો,

શોખમાંથી તે સાથી થયો, 

પછી તો એ બેફામ થયો,


જીવનનો હિસ્સો ગણાય, 

અતિ ને ક્યાં ગતિ હોય ? 

એના પ્રદૂષણે માઝા મૂકી,

નિયંત્રણમાં સરકારો ઝૂકી,

આડ અસર એની ઘણી

બહુ મોડેથી સમજાણી,


બંધ કરવાની વારી આવી, 

મોડી ભલે સમજણ તો આવી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ