STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 79

વાતો - 79

1 min
116

શું તારું છે અને શું મારું છે, 

એની ક્યાં કોઈને ખબર છે,


જે છે તે બધું જ રહી જશે, 

કાંઈ પણ સાથે ન આવશે,


જગમાં આવ્યા ખાલી હાથે, 

રોતા હતાં બંધ કરેલી આંખે,


કોના પરિવારમાં જનમ થશે, 

સગા વહાલા કોણ બનશે ? 


અગાઉથી કોણ જાણી શકે !

આવીને જગમાં કરમ કરે,


સામનો સુખ દુઃખનો કરે, 

પોતાની ફરજોને અદા કરે, 


છેવટે બધું છોડી પાછા ફરે, 

પાછળ બધું એમ જ રહે.


Rate this content
Log in