વાતો - 64
વાતો - 64
1 min
116
સાંજ ખોબલો ભરીને,
અંધકાર ઉલેચીને,
રસ્તાની ધીમેથી બળતી,
બત્તી પર છાંટતી હતી,
હું બંને હાથ પાછળ રાખી,
જતો હતો મોઢું નીચું ઘાલી,
ત્યાં પાછળથી અવાજ આવ્યો,
જે મને ઓળખીતો ન લાગ્યો,
મને એકધારો જોતો હતો,
મને તે કાંઈ કહેતો હતો,
"કેમ છો અરે હાડપિંજર ? "
અને મૂક્યો હાથ ખભા પર.
ખુબ જોરથી હસતો હતો,
સોનાનો દાંત દેખાતો હતો.
