વાતો - 39
વાતો - 39
1 min
189
ચોમાસું આવવાની તૈયારી લાગે,
કાળાવાદળો આવે ને શ્વેત ભાગે,
વાતાવરણમાં ઉકળાટ ભાસે,
બધે નદી નાળાની સફાઈ થશે,
મનમાં આવુજ કાંઈક જણાય,
સપના લગાતાર આવતાં જાય,
ચશ્માંનો કાચ સાફ થયો જણાય,
માટે સપના એવા ચોખ્ખા દેખાય,
સુખદુઃખની પીડા એમાં કળાય,
એ આવતા જ રહે બંધ ન થાય,
આવવા માટે સ્રોત ખુલતા ગયા,
જાણે આવવાના રસ્તા સાફ થયા,
કોણ આવશે ? ક્યાંથી આવશે ?
એનું કંઈપણ ન કહી શકાશે,
મૂક સાક્ષી બનીને જોવાનું હશે,
અંતરમનમાં શું ધરબાયેલું હશે,
જે હશે તે હવે જોવું તો પડશે.
