STORYMIRROR

Harshida Dipak

Others Classics

0  

Harshida Dipak

Others Classics

વાસંતી પર્વના વધામણાં ...ગીત

વાસંતી પર્વના વધામણાં ...ગીત

1 min
404


દખ્ખણથી વાયરાઓ વા'યા

ડાળીએ ગીત મધુ ગાયા

વાયરાઓ વાસંતિ વાયા ....

કોયલની વાણીમાં ટહુકાઓ મીઠાં

ઝીણેરી  મંજરીમાં  ફૂલો અદીઠાં

ગીત યૌવનના કેવા પડઘાયા....

વાયરાઓ વાસંતિ વાયા ....

ભમરાઓ ફૂલ ઉપર બેસે સનાતન 

કળિયો  ખુલે ને  ફેલાવે સ્પંદન 

વરણાગી વાયુના વીંઝણા ઢોળાયા

વાયરાઓ વાસંતિ વાયા ....

યૌવનના પદડાઓ હળવેથી ખૂલ્યાં

રાધાની સંગ કાન આછેરું ઝૂલ્યાં

ધરતીપર પ્રેમરસ રંગો પથરાયા ..

વાયરાઓ વાસંતિ વાયા ....


Rate this content
Log in