STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

ઉજવી દિવાળી

ઉજવી દિવાળી

1 min
304

ઉજવી અમે દિવાળી દીપથી દીપ પ્રગટાવીને,

ઉજવી અમે દિવાળી ઘરઘર રંગોળી સજાવીને,


પર્વ પ્રકાશનું સઘળે પોત પ્રકાશતું આંગણામાં,

ઉજવી અમે દિવાળી રોશની દીવાલે લાવીને,


ફટાકડાની ધૂમ્રસેર પ્રકાશસંગ આભ ઉજાળે,

ઉજવી અમે દિવાળી ગગનનાદને ગજાવીને,


ભૂલી ગયા સૌ વેરઝેરને મતભેદોને વિસારીને,

ઉજવી અમે દિવાળી સ્નેહનો સેતુ બંધાવીને,


કરી હસ્તધૂનન ' સાલમુબારક ' શબ્દ ઉચ્ચારીને,

ઉજવી અમે દિવાળી પર્યાવરણ મલક બચાવીને.


Rate this content
Log in