STORYMIRROR

Pooja Patel

Children Stories

3  

Pooja Patel

Children Stories

ટ્રેનની સવારી

ટ્રેનની સવારી

1 min
173

છુક છુક કરતી ટ્રેન આવે

મુસાફરોને સાથે લાવે

થોડાક મુસાફરોને ઉતારે

નવા મુસાફરોને ચડાવે

છુક છુક કરતી ટ્રેન આવે


રસ્તામાં પર્વત આવે

નદી ઉપરનાં પુલ આવે

ક્યારેક અંધારી ટનલ આવે

પણ ટ્રેનમાં મુસાફરીની મજા આવે

છુક છુક કરતી ટ્રેન આવે


ટ્રેનમાં લોકો રમતો રમે

ભૂખ લાગે ત્યારે નાસ્તો જમે

સુવા માટે સિટોને બાંધે સાંકળે

સૂતાં સૂતાં મુસાફરી કરે

છુક છુક કરતી ટ્રેનમાં મજા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન