ટ્રેઇન
ટ્રેઇન
1 min
173
ટ્રેઇન તો હવે કહેવાતી,
પહેલા તો આગગાડી હતી.
ફક્ત કોલસાથી ચાલતી,
માથામાં આગ ભરી રાખતી.
બહુ શોર કરીને ચાલતી,
ગોટે ગોટા ધુમાડા ફેંકતી.
સવારી ને સામાન લઇ જતી,
રાત દિવસ દોડ્યે રાખતી.
આજનું કામ આજે કરતી,
કાલ પર તેને ન છોડતી.
દેશસેવામાં ભાગ ભજવી,
પોતા તણી ફરજ બજાવી.
ધીરે ધીરે સુધારા થતાં ગયા,
સુખ સુવિધા વધતાં રહયા.
યાત્રા મસ્તી અને સસ્તી બની,
લોકોની સફર સુહાની બની.
