ઠાકુરજી
ઠાકુરજી
સાંભળો તો કહી શકુ ને, વાત ઠાકુરજી.
કે બોલવામાં વઇ ગઈએ, રાત ઠાકુરજી.
એ રાધાને ગોપીઓ તો,હતાં અવતારી.
ને અહીં અમે રહ્યાં છૈ, માનવજાત ઠાકુરજી,
લે,માનવ રહ્યાં તો મનાવી ના શકીએ ?
કે થોડીવાર આવ, મારી સાથ ઠાકુરજી,
વૈકુંઠ તજીને વેલેરો આવ અહીં,
મેં સજાવી રાખી છ, ચોપાટ ઠાકુરજી,
લે તુજને જીતાડવા હું, હર-વખત હારીશ,
ને તારે આપવો પડશે, મને સાથ ઠાકુરજી,
હું જેટલો હરાયો તું એટલો જીતાયો ને,
હવે હું નથી આ રહ્યા,સાક્ષાત ઠાકુરજી !
અંગે-અંગરખુંને તિલક લલાટે,
તે માથે પહેરી છે પાઘ ઠાકુરજી,
નાનેરા હાટ મહીં રંગમંચ જામ્યો,
તું ખેલ્યો કેવો મુજ મહીં, રાસ ઠાકુરજી !
તું ભુલ્યો તુજને ને હું ભુલ્યો ખુદને,
હવે,ફક્ત છે તુલસીની,સુવાસ ઠાકુરજી !
ભાન થયું મુજને કે છું ચાકર હુંજને ?
તે શાને કરી રાત કરી,રાત આ ખાસ ઠાકુરજી ?
ના લગાવ કર કે છે,એ ફક્ત લાશ ઠાકુરજી,
તું જેને વાંસળી સમજે તે છે વાંસ ઠાકુરજી,
ના પકડ કે છેદાશે હાથ ઠાકુરજી,
કે તને સાલશે મારો સાથ ઠાકુરજી,
લે’બોલવામાં વઇ ગઇને,રાત ઠાકુરજી ?
પણ,સાંભળો તો કહુંને હું વાત ઠાકુરજી.
