તરંગી મન
તરંગી મન
1 min
9.1K
નિર્ણય લેવામાં પાછું પડે છે તરંગી મન,
આ ખામી એને ખૂબ નડે છે તરંગી મન.
અટવાયા કરે છે સંકલ્પ અને વિકલ્પમાં,
મનોબળ સાથે ક્યાં ભળે છે તરંગી મન.
અવઢવમાં રહે છે સતત બદલાતા વિચારે ,
પ્રગતિના દ્વાર પોતે બંધ કરે છે તરંગી મન.
આદિથી અંત લગી નથી રહેતી સ્થિરતા,
પરિણામે ના કશું એ મેળવે છે તરંગી મન.
બદલાતા મિજાજે સત્યથી રહે છે દૂર એ,
ક્યારેક સાવ વૃથા શ્રમ કરે છે તરંગી મન.