તફાવત
તફાવત
1 min
11.5K
સાવ અલગ મુસીબત આવી છે.
સાવ અલગ અદાવત આવી છે.
જરા ટકાવી ને રાખજે તું પ્રેમથી
સાવ અલગ મહોબત આવી છે.
એને સાચવી રાખજે તારી અંદર
સાવ અલગ માવજત આવી છે
કશું સાંભળ્યા વિના કરે ફેંસલા
સાવ અલગ અદાલત આવી છે.
છૂપાઈ ને મારા નામે લખાવતી
સાવ અલગ કરામત આવી છે.