Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Others

4  

Neha Desai

Others

તો, કહેવાય નહીં

તો, કહેવાય નહીં

1 min
177


કોણ કોનું છે અહીં, કહેવાય નહીં,

ખંજર પીઠ પાછળ ભોંકાય, 

તો કહેવાય નહીં !


વેદના વહે છે, અશ્રુ બનીને,

હૃદય આઘાત પહેલાં અટકી જાય, 

તો કહેવાય નહીં !


આંખોની સજા અહીં, મળે છે દિલને

મન લાગણીથી ઉઠી જાય, 

તો કહેવાય નહીં !


નિષ્ફળતા સાથ ચાલતી સદાયે,

ધીરજનો અંત આવી જાય, 

તો કહેવાય નહીં !


લાગણીથી જીવાય છે જીવન,

“ચાહત” દિલની ખોવાય જાય,

તો કહેવાય નહીં !


Rate this content
Log in