તને તો ખાસ મળવું'તું '
તને તો ખાસ મળવું'તું '
1 min
27K
સમયની સાથ મળવું'તું, લઈને આશ મળવું'તું
ભલે આઘે રહે અંજળ, છતાંયે પાસ મળવું'તું
તને તો ખાસ મળવું'તું
દિશાઓ લાગતી બંજર, ભલે હો આંખમાં અંજન
ફરકતી લાગણી જેવા, ધબકતાં ગાલના ખંજન
જજુમી જાતમાં ઝાઝું , ભરી આકાશ મળવું'તું
તને તો ખાસ મળવું'તું
ભલે રસ્તાઓ પથરાળા, દીશે ન એકે સુંવાળા
ગગનની ગોખમાં દીઠાં, અમાસી રાતે અજવાળા
ભરેલી આશાની મટુકી, હરિ ચોપાસ મળવું'તું
તને તો ખાસ મળવું'તું
