થયો છે ઘણો
થયો છે ઘણો
1 min
7
ચમકદાર થયો છે ઘણો,
અસરદાર થયો છે ઘણો,
ઠોકરો વચ્ચે રહીને પણ
નસીબદાર થયો છે ઘણો,
લાગે છે કે સંબંધ હવે તો
ભરાવદાર થયો છે ઘણો,
વાણીમાં મધને ભેળવીને
એ વગદાર થયો છે ઘણો,
તારી સાથે ભળેલો શબ્દ
પણ, દમદાર થયો છે ઘણો.
