તારા વગર છૂટકો નથી
તારા વગર છૂટકો નથી
1 min
278
મન પૂછે માનવને તારા વગર શું છૂટકો છે ?
મારાથી મનોબળ બાંધ
તન પૂછે માનવીને તારા વગર શું છૂટકો છે ?
મારાથી કાયાને ઠાર
હદય પૂછે માનવીને તારા વગર શું છૂટકો છે ?
મારાથી ધબકીને બતાવ
વિશ્વાસ પૂછે માનવીને તારા વગર શું છૂટકો છે ?
મારાથી વિચારીને બતાવ
સમય પૂછે માનવીને તારા વગર શું છૂટકો છે ?
મારાથી સાચવીને ચાલ
મૌસમ પૂછે માનવીને તારા વગર શું છૂટકો છે ?
મારા થી વરસીને બતાવ
જીંદગી પૂછે માનવીને તારા વગર શું છૂટકો છે ?
મારાથી જીવીને બતાવ
મન પૂછે માનવને તારા વગર શું છૂટકો છે ?
મારાથી મનોબળ બાંધ
