STORYMIRROR

Shaurya Parmar

Others

4  

Shaurya Parmar

Others

સૂનકાર !

સૂનકાર !

1 min
434

સાવ સૂનકાર હોય, 

એકાંત ભેંકાર હોય, 


ભલે લીલુંછમ હોય, 

માંહ્ય બિસ્માર હોય, 


ખખડધજ મકાનમાં,  

કોઈ નિરાધાર હોય,


કોઈ કરતાં કોઈ નહીં, 

છતાંય હાહાકાર હોય,


એકલા રહેતા રહેતા, 

એ થતું એકાકાર હોય,


મળે જેનો સાથ સમયે, 

અદ્રશ્ય નિરાકાર હોય,


બોલાવે ત્યાં જવું પડે, 

સ્નેહ તેનો અપાર હોય,


જગતનાથનાં "દાસ" થઈ, 

મોત મળે તોય સ્વીકાર હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન