સૂકી આગ
સૂકી આગ

1 min

23.4K
ઊગીને ધરા સૂકાય છે ઘણી,
સૂકી આગ ફેલાય છે ઘણી,
હાટડા ખૂલ્યા છે ઘટના કેરા
વેેેદના ઊની વેેેચાય છે ઘણી,
મીઠાશ સાથે વિષ ભેળવીને
વાણી હવે બોલાય છે ઘણી,
હાહાકાર ફેલાયો છે હયાતમાં
લાગણી બધી દુઃખાય છે ઘણી,
ખોટી ચર્ચામાં ગરકાવ થઈને
જિંદગી તારી વેડફાય છે ઘણી.