સુખી જીવન
સુખી જીવન
1 min
178
નવજીવનની ડગર પર ડગ ભરી,
રંગભરેલા સપનાનું વાવેતર કરી,
પરિણયના પવિત્ર પંથે યાત્રા આરંભી,
સમયપણ થોડીવાર ત્યાં જાય છે થંભી,
સુખદુઃખમાં સાથ દેવા પ્રતિજ્ઞા લીધી,
સહિયારે જિંદગીની ગાડી આગળ વધી,
જીવનમાં બધી જવાબદારીઓ પૂરી કીધી,
સદા ખુશ રહી પ્રેમ ભાવે બાજી જીતી લીધી.
