સત્ય
સત્ય
1 min
87
હાથમાં હાથ તાળી, દઇને વઇ જશે
કાળ ના પકડાય કદિ, સાચી જ વાત છે – ૨
સાથમાં આવશે ને, ચાલતો થઇ જશે
કાળના અચકાય કદિ, સાચી જ વાત છે -૨
વાયરાની જેમ આવી,એ કંઇ કૈ જશે !
કાળ ના સંભળાય કદિ, સાચી જ વાત છે -૨
ના કહો તો ભી એ, સૌની સાથે રહે
કાળ ના વલટાય કદિ, સાચી જ વાત છે -૨
છે સરળ ને એ સતત, વહેતો જ જશે
કાળ ના છલકાય કદિ, સાચી જ વાત છે -૨
હાથમાં એ હાથ તાળી, દઇને વહી જશે
કાળ ના પકડાય કદિ, સાચી જ વાત છે- ૨
