સ્ત્રી
સ્ત્રી
1 min
27
ચારિત્ર્ય એ જ સાચો શણગાર છે સ્ત્રીનો,
સહનશીલતા એ સાચો આચાર છે સ્ત્રીનો.
કુટુંબ ખાતર નિજજીવનનું બલિદાન દેનારી,
સેવાનો સ્વીકાર એ સાચો વિચાર છે સ્ત્રીનો.
સૌને જમાડી જમનારી અનપૂર્ણા સમી એ,
પતિના પગલે ચાલવું એ વ્યવહાર છે સ્ત્રીનો.
કેટકેટલા ઉપકારો હોય એના કુટુંબ ઉપર ને,
તોય મુખેથી ના હોય ઉગ્ર ઉચ્ચાર છે સ્ત્રીનો.
દીકરી, પત્ની, માતા એમ વિવિધ સ્વરુપા એ,
ગૃહસંચાલને લાગે કે રખે સંસાર છે સ્ત્રીનો.
