સ્થાપિત થવાનું
સ્થાપિત થવાનું
1 min
26.7K
તને ચાહ એવી કે પંડિત થવાનું,
અહીં મારે અઘરું,છે સ્થાપિત થવાનું.
અહીં પ્રશ્ન ઊભો છે અસ્તિત્વનો, ને,
ઉપરથી વળી મારે સાબિત થવાનું?
ભલે ગુંજે ટહુકો સદીઓ સુધી પણ,
ફરી પાછુ ડાળે જ નિશ્ચિત થવાનું.
તમે આ જગતને ઝુકાવી શકો ’ગર,
ન હો રેખ, તો પણ, પુરોહિત થવાનું.
વચન,રોજ સીતાને, લાખો મળે પણ,
અગનથી અહીં ક્યાં છે વંચિત થવાનું.
ગઝલને હૃદયથી તું ચાહે છે એથી,
ગઝલમાં જ ‘પ્રજ્ઞા’ પ્રકાશિત થવાનું.
