સરળ નથી
સરળ નથી
1 min
218
હું સરળ છું પરંતુ મારી કવિતા સરળ નથી,
જીવન જીવ્યા પછી જાણ્યું કે જીવન સરળ નથી,
પશુ, પંખી, પ્રાણી, પ્રકૃતિનું દરેક તત્ત્વ છે સરળ,
બધું સરળ છે પરંતુ આ મનુષ્ય સરળ નથી,
જેણે બનાવી આ સૃષ્ટિ એને પામવું પણ છે સરળ,
માણસ માટે માણસને આજે પામવું સરળ નથી,
મનુષ્યએ માપી લીધો છે આજે પૃથ્વીનો પણ વ્યાસ, મનુષ્યના ઈરાદાનું પરંતુ માપન સરળ નથી,
કેટલી સરળતાથી કહી દીધું કે જાઓ ભૂલી,
સરળ છે કહેવું ખૂબજ પણ કરવું સરળ નથી.
