સોળ શણગાર
સોળ શણગાર
1 min
243
પૂછે સીતાજી, મૈયા ને,
બતાવો 'મા' એક સાર,
વિવાહ ઉપરાંત દરેક નારી,
કેમ કરે સોળ શણગાર ?,
બોલી મીઠી વાણી મા,
સમજાવે પ્રેમથી વાત,
સોળે શણગાર સજી,
દીસે નાજુક નાર સખી,
ધરતી પર પૂર્ણ થાય,
નારી શણગાર અહીં,
મહેંદી લગાવતી,
પ્રસંગ શોભાવતી,
સારા કર્મોથી,
પોતાની શાન વધારતી,
સોળે શણગાર સજી,
દીસે નાજુક નાર સખી,
ધરતી પર પૂર્ણ થાય,
નારી શણગાર અહીં.