સંબંધોની શતરંજ
સંબંધોની શતરંજ
એકજ રક્તના સંબંધમાં,
અચાનક આવે મંથરારૂપી દ્વેષભાવ !
મનથી સારું ઈચ્છાય નહિ,
બસ સદાયે ખેલે શતરંજના હાવભાવ !
આ કેવી સંબંધોની શતરંજ !
લાગણીરૂપી સંબંધમાં વતૉય,
તોછડાઈ ભયૉ બોલ !
એકમેકની ફિકર ન રહે,
વષૉવે કડવાહટ ભયૉ બોલ...!
આ કેવી સંબંધોની શતરંજ !
ના પોષાય પોતાના જ મા-બાપ,
ભૂલાયા એમના માવજતના મોંઘેરા પ્રેમ !
શ્રેણી-વિજાનંદના પ્રેમ ભૂલાઈ ગયાં,
બાકી રહ્યા છે અત્યારે ,
ટાઇમપાસ રૂપી પ્રેમ !
આ કેવી સંબંધોની શતરંજ!*
કળિયુગનો વાયરો વર્તાય ચારેકોર,
બસ દેખાય નફરતના જ નહોરો !
હવે રહી ગયા કાયમ માટે,
બસ કહેવાના જ સંબંધો !
આ કેવી સંબંધોની શતરંજ !
કોઈ સંબંધોમાં નથી દેખાતા હવે,
અંતરથી અમીના ઓડકાર,
ચોતરફ દેખાય છે જાણે,
મિથ્યા જગમાં મિથ્યા નાટ્યકાર !
આ કેવી સંબંધોની શતરંજ !
આ સમય પણ વિતાવી જાણો ધીરજથી,
મૂશળધાર વષૉની જેમ અંધારે,
એકાંતે આંસુ છલકાવી !
હળવાશ અનુભવો અંતર મનમાં,
ઉજાસે મીઠા સ્મિત છલકાવી...!
આ કેવી ઓસડ સંબંધોની શતરંજની!*
ચાલો ખેલ સમજી જીવી લઈએ,
કોઈ સુધરે તો સુધારી લઈએ !
મળ્યો એક જ ઉકેલ કવિતા લખતા,
ચાલોને આપણે પણ બધું
અવગણી સૅટ થતાં જઈએ !
આ કેવી ઓસડ સંબંધોની શતરંજની.
