સંબંધો
સંબંધો
1 min
347
કેવો મીઠો મધુરો સંબંધ હતો,
એકબીજાના વિના ચેન ન હતો
તે જોઈ લોકોને અદેખાઈ થતી,
પણ અતિની પણ હોય છે ગતિ,
સંબંધોમાં મતલબનું જોર વધ્યું
સમજ એક ને બીજો અજાણ્યું
સમય સાથે મતલબ નીકળ્યું,
ઝાડ ગેરસમજનું ઊગી આવ્યું,
ધીરે ધીરે પાણી વળવા લાગ્યા,
જુના દિવસો પણ ભૂલતા ગયા,
ભૂલો એકબીજાની ગોતવા લાગ્યા
સંબંધો આઈ.સી.યુમાં પહોંચ્યા,
થીગડાં મારીને થોડુંક તો ચાલ્યા
પછી ખબર નથી એ ક્યાં ગયા !
