સમયનું ચક્ર
સમયનું ચક્ર
જન્મ લીધો હતો ને પારણે ગાજી કિલકારી,
આંખોની સામે માની પહેલી છબી નિહાળી,
હાથ પકડ્યો પિતાએ ને લીધો મને બાથમાં,
ખોળો પાથરીને દાદીએ ભરી લીધો બાહુપાશમાં,
આંગળી પકડી દાદા લઈ જાય મને મંદિરે,
જોઉં હું એમને તો સમજાય કે પ્રેમ ના થાય ગણીને,
યુવાનીનું જોમ ચડ્યું છે હવે પૂરજોશમાં,
સમયની સાથે હું પણ ચાલ્યો આ જીવનના ચક્રમાં,
લગ્ન પછી આવી પત્ની લાગે જાણે લક્ષ્મી,
ઘરસંસાર માંડ્યો ને બન્યો જીવનસાથી,
વર્ષો વીત્યાં ને મારા જ રૂપનું થયું આગમન,
કિલકારીઓ ગૂંજી, લાગ્યું આ તો મારું જ બાળપણ,
મોટો કર્યો સંસ્કારોથી ને વધાવ્યો આંગણે,
સ્નેહનો સાગર પાથર્યો ધબકાવ્યો હૈયે,
સમયનું ચક્ર ફરી ચાલ્યું ને વળ્યું મારું જ જીવન,
આંગણામાં ખીલ્યું ગુલાબ આજે પણ સાથે છે મારું ઘડપણ,
લાકડીના ટેકે ચાલતો હું આગળ સાથે મારી છબી,
લાગણીઓથી ભરેલી છે જિંદગીની આ રંગભૂમિ.
