સમયની બલિહારી
સમયની બલિહારી


સમય સમયની વાત છે,
માણસ માણસની જાત છે,
સૌ કોઈ કહે છું શક્તિશાળી,
આતો નાની અમથી વાત છે,
ગુણ, જ્ઞાન, સમજનાં સમરસ,
વિષમ, વિરોધાભાસ નાત છે,
હું, હું, મારાપણું લઈ ફરતાં,
સમય જ સૌ માટે બાધ છે,
ભગવાનને જો રાખે બાનમાં,
તો માણસની શી વિસાત છે.