શુભકામના
શુભકામના
1 min
499
દિલથી આવે શુભકામના,
ન હોય સ્વાર્થ તણી ભાવના,
આપીને જો મન ખુશ થાય,
કામના તે શુભ કહેવાય.
બજારે કાર્ડ બહુ વેચાય,
સંદેશો ભારેખમ હોય,
અર્થ એના સારા જ હોય,
પડશે સમજ ? કેમ કહેવાય.
ઊંડા અંતરેથી ઉપજે,
કામના શુભ એજ નીપજે,
જળ સમાન જે નિર્મળ હોય,
અડગ ઉચ્ચ પહાડ સમ હોય.
થાય કલ્યાણ સર્વ જગતનું,
પૂર્ણ થાય સૌનું સુખનું સપનું,
જીવનના દુઃખ દૂર ભાગે,
દિલમાં એ અરમાન જાગે.
