STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

શુભ અશુભની ભાત પડી

શુભ અશુભની ભાત પડી

1 min
143

શુભ અશુભની ભાત પડી 

ધરમ કરમની બલિહારી 

નીતિ નિયમની ભીરુતા છાંટી 

વાત વરસો સુધી આડી,


શુભાશુભ જોડી દોડી રહ્યા સહુ કોઈ 

કોણ જાણે ક્યાં સરી ગઈ 

જીવન માથે ચાલ પડી ગઈ

શુભ અશુભની ભાત પડી,


શુભ પ્રસંગના હૃદયે ઉન્માદ 

ફળે શુભ ચોઘડિયે

આમ જ વખત જાય વીતી 

આતો શુભ અશુભની ભાત પડી,


આકુળવ્યાકુળ સહુ કોઈ 

મોતે ક્યાં શુભ મુહૂર્ત વેળા સાચવી 

આતો શુભ અશુભની ભાત પડી,


શુભાશુભ છોડી જવા દોડી જ્યાં 

સમાજે નડતી આંટી

ચારેકોર બોલતી બઘડાટી.


સામગ્રીને રેટ આપો
લોગિન