શ્રીગુરુશરણં
શ્રીગુરુશરણં
1 min
26.5K
ટાળી જેણે મોહનિશા અંધારી
ગુરુ મળ્યા છે મને સુખકારી
વંદન પ્રભુસમ મારાં વારીવારી
ગુરુ મળ્યા છે મને સુખકારી.
આધિ વ્યાધિ મારી નિવારી,
ઉપાધિ અમીદ્રષ્ટિથી વિદારી.
રાહ હરિવરનો રહી આવકારી,
ગુરુ મળ્યા છે મને ભયહારી.
વિષય વિકાર દીધા જેણે મારી
ગુરુવર દ્રષ્ટિ જેની અમી ભરી
જેને સર્વસ્વ અનન્ય બસ હરિ
ગુરુ મળ્યા છે મને અવતારી.
સુખદુઃખમાં સમતા સ્હેજે ધરી,
સત્ય પંથે રહી હું ડગલાં ભરી.
ગુરુવચને ભરોસો અચળ કરી ,
ગુરુ મળ્યા છે મને દુઃખહારી.
