શકિત બનાવીએ
શકિત બનાવીએ
1 min
307
ફૂલોના રસથી પ્યાલા ભરીએ
ચાલો આજે મન હળવું કરીએ
જ્યાં મળે ત્યાં ગમ્મત કરીએ
ચાલો આજે ભયથી દુર ભમીએ
સુખની આ સરખામણી કરીએ
દુઃખની દરકાર ના ધરીએ
વહાલનું વાવેતર મળીને કરીએ
પ્રેમનો મબલક પાક ઉગાડીએ
દિલના પેલા દરવાજા ખોલીએ
તેમાં મનના મનોબળને બાંધીએ
આંસુને આંખોથી ના લગાડીએ
સાથીને હમેશાં ખુશ રાખીએ
જીવનને જીવીને બતાવીએ
સ્મરણને શકિત બનાવીએ
