STORYMIRROR

Amrutlalspandan

Others

2  

Amrutlalspandan

Others

શિવરાત્રી

શિવરાત્રી

1 min
2.6K


સદા શિવજીનું નામ હોય
જીવન આનંદનું કામ હોય
હૃદય એકદમ સાફ હોય
પ્રજ્ઞા એકરસ પાક હોય
 
અમી ભાવમય તાન હોય
સદા ઓજસ્વી શાન હોય
હ્રદયે ઉછળતું નામ હોય
અંતે એકરસ રામ હોય
 
ભલે ચોતરફ રાત હોય
પુષ્પ સુંગધી જાત હોય
અધરે પરમની વાત હોય
સદા શિવમય રાત હોય
 
મુખે ઓજસ્વી હામ હોય
પ્રજ્ઞા ભાવનુંજ ઠામ હોય
સુન્દર ચેતનાનું દામ હોય
પિતા શિવ શાલીગ્રામ હોય
 
પ્રભુ તવ ગુણ ગાન હોય
કર્મ મુજ સન્માન હોય
સત્ય શિવમય ભાન હોય
'અમૃત’ ધારમય જ્ઞાન હોય
 
 


Rate this content
Log in