શાંતિ - અશાંતિ
શાંતિ - અશાંતિ
1 min
368
જીત જયારે જિદની થઈ,
માનવતા પરવારતી ગઈ,
જીવન તો બસ શ્વાસથી હતું,
તે સ્વાર્થ સામે હારી જતું,
જે ખુબ ડાહી વાતો કરી,
પૂરા વિશ્વની ચિંતા ધરી,
સમય આવે બધું જ વિસરાયું,
હિત ખાલી નીજનું સંધાયું,
ગ્લોબલ વોર્મિંગ તણી વાત
કે નવી બિમારીની જાત,
ટાળવા જગત પરની ઘાત,
જાગતા હતાં આખી રાત,
વાત જ્યારે જિદ પર ચડે,
મજાલ છે એ પાછો પડે,
સફેદ કબૂતર ક્યાં ન જડે,
થાય શું ? બધા દેશ જો લડે.
