STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

સાહિત્ય સંગમ - સાત-સમુન્દર પાર

સાહિત્ય સંગમ - સાત-સમુન્દર પાર

1 min
411


 'પટલાણીને પાટલા-ખાટલાની ક્યાં ટેવ હોય છે,

 પરદેશમાં આ ડૉલરનીય ક્યાં કોઈ ખોટ હોય છે!

 કવિ-લેખકોને શબ્દભંડોળ આમ દાનમાં મળે દોસ્ત,

વિચારીને લખનાર અને લખીને વિચારનાર બંનેમાં બહુ મોટો ફેર હોય છે,


 વાત એક એવા કવિ-લેખકોની,

 સામાનમાં ઘણી દુઆઓ અને સપનાના વાવેતર,

 ગુજરાતી સાહિત્યને પામનાર, પ્રેમે એનું જતન કરનાર,

 ગુજરાતની ધરાને છોડી પરદેશના વાયરાને ગુજરાતી સાહિત્યમાં રંગનાર,

 અંગ્રેજી ભાષા મુખેથી બોલનાર અને દિલમાં ગુજરાતીની ધંટી વગાડનાર,

 કુદરતી સાનિધ્યને ખોળે ખીલનાર, કવિતાઓનું સર્જન કરનાર,

 અનોખી વિચારસરણી ધરાવનાર,

 'કેમ છો' માંથી 'હૅલો, હાઉ આર યુ' અને 'માણસ' માંથી 'રોબોર્ટ' સાથે જીવનાર,

 પરદેશમાં પણ ગુજરાતી ભાષાને વળગી રહેનાર,

 ગુજરાતી સાહિત્ય સાથે એકાંતની પળોમાં ખુશ રહેનાર,

 આવા કવિ-લેખકો વિષે શું કહેશું સાહેબ??'


Rate this content
Log in