STORYMIRROR

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

રૂપાળું મારુ ગામડું

રૂપાળું મારુ ગામડું

1 min
235

મનની મીઠાશથી મહેકતું મારૂ ગામડું..

પ્રેમની પગદંડી પાથરતું મારૂં ગામડું..


હિતના હરખથી હરખાતું મારૂ ગામડું..

પ્રગતિના પુષ્પો પાગરતું મારૂં ગામડું..


શાંતિના શણગાર સજાવતું મારૂ ગામડું..

ખેતીના ખંતથી ખીલતું મારૂં ગામડું..


સ્નેહના સથવારથી શોભતું મારૂં ગામડું..

ગીતોના ગૌરવથી ગુંજતું મારૂં ગામડું..


મિત્રતાના મહેરામણમાં મ્હાલતું મારૂં ગામડું..

વડીલોની વાતો વાગોળતું મારૂં ગામડું..


આંગણામાં આનંદ ઉછેરતું મારૂ ગામડું..

જમણવારમાં જલસાથી જમાડતું મારૂં ગામડું..


મદદની મોહર મારતું મારૂં ગામડું..

નિયમોની નીતિઓથી નીતરતું મારૂં ગામડું..


મનની મીઠાશમાં મલકાતું મારૂં રૂપાળું ગામડું..


Rate this content
Log in