રમૂજની પળો
રમૂજની પળો


જીવન ઝરણાં, નદી અને સાગરનું નામ છે,
ખાલી સાગર જ હોવાનું અહીં શું કામ છે ?
ગરમીને ઠંડકની જરૂર છે એમ ઠંડકને ગરમીની,
સતત વરસતા વરસાદનું અહીં શું કામ છે ?
ધરતી, આકાશ અને પાતાળ કેમ ગંભીર આટલી,
રમુજી હવાનું મહત્વનું નહીં અહીં શું કામ છે ?
જીવ-જગત દુનિયામાં મરણનું નહીં કોઈ મહત્વ,
રમૂજી યુવાનીનું નહીં કાંઈ અહીં શું કામ છે ?
ફૂલ, પંખી ને પતંગિયાંઓ ગાતા ગીતો ખુશીનાં,
હસતાં-રમતાં રહેવું ના પૂછો અહીં શું કામ છે?