STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

રમત

રમત

1 min
143

ગમત છોકરાઓની થાય, 

જીવ દેડકાંઓનો જાય, 

ભણેલ હતાં આ પૂરો પાઠ, 

બાંધી જ નહીં મનમાં ગાંઠ,


ખુશીખાતર પતંગ ચગાય, 

ચારેકોર તો ધુમ મચાય, 

નભમાં પતંગ જ દેખાયે, 

જઈ પંખી ક્યાં સંતાયે ?


નિર્દોષ આનંદની માટે, 

થોડી મજા મસ્તી સાટે, 

માર કાપની લડતો રમે, 

નમાવે સૌને ખુદ ન નમે,


ઘણા જ પંખી ઘાયલ થાય, 

બચે, નહી તો જાન જાય, 

વાત આ તરતજ ન સમજાય, 

સજા આમા કાંઈજ ન થાય.


Rate this content
Log in