પતન
પતન

1 min

23.7K
વ્યસન ગયું છે વર્તન તરફ
જીવન ગયું છે પતન તરફ,
ગરીબ થયું ફૂટપાથ હવે
ઝૂંપડું ગયું છે વતન તરફ,
ભણતર ને વનવાસ દઈને
બાળક ગયું છે નર્તન તરફ
ખોટા ને સાચા બનાવવા
કારણ ગયું છે કથન તરફ
એની અસર દેખાશે હવે
તારણ ગયું છે જતન તરફ.