પરંપરા શું કામ
પરંપરા શું કામ
1 min
14.1K
પરંપરા શું કામ કહો? ભૂલોની કરવી!
કરવી જ હોય કલ્પના, તો ફૂલોની કરવી.
રણ એક વટાવો, ત્યાં આવે પાછું બીજું રણ!
મરમ્મત શું કામ? હવે એ પૂલોની કરવી!
છે, બંદગી એજ વિશ્વ આખાને ચાહો.
કૈંક હિફાજત એવાય ઉસૂલોની કરવી!
શું કહું? આપ્યા છે કેવા, જખ્મો કૂલોએ!
શિકાયત શું કામ હવે શૂળોની કરવી?
બેઠો છે સઘળા યે બ્રહ્માંડ તણો, માલિક,
ખુશામદ શું કામ કહો મગરૂરોની કરવી!
છે, પૂરો નફરતોનાં 'હુસૈન' ઉફાન પર છે,
ચુપ દુનિયા, વાત શું મજબૂરોની કરવી!
