STORYMIRROR

Husen Gaha

Others

2  

Husen Gaha

Others

કહે નાખુદા

કહે નાખુદા

1 min
14.2K


દૂર છે કિનારો કેટલો? કહે નાખુદા
છે તું કેમ સફરમાં એકલો? કહે નાખુદા
 
રાહ ક્યાં જુએ છે કોઈ હા કિનારે હવે?
ત્યાં જઈ હવે કોને મળો કહો નાખુદા?
 
હા કહે કદી ધરતી મળી શું આકાશ ને?
પ્રેમ શું હશે ઉપરછલો? કહે નાખુદા.
 
શું કહ્યુ'તું એણે કાનમાં? કહે તું મને હા
હતો શું એ પણ દિલજલો? કહે નાખુદા
 
કેમ કાફલો ડૂબી ગયો મઝધારમાં?
વિપરિત હતા શું પરિબળો? કહે નાખુદા
 
શું હતો સમય એ, શું કહું હવે હું તને?
શું મળે હવે એ પાછીપળો? કહે નાખુદા.
 
 
 
 
 


Rate this content
Log in