STORYMIRROR

Husen Gaha

Others

2  

Husen Gaha

Others

કારણ તો શું છે?

કારણ તો શું છે?

1 min
14.1K


છો, ગુમસૂમ ગુમસૂમ કારણ તો શું છે?
દર્દનું કહો બીજું મારણ તો શું છે?

છે, સાવ અટૂલા પંખી જેવો બસ,
હાં એવો સૂનો કે રણ તો શું છે? 

પાછો ફરશે બસ પરોઢ થતાં એ,
આ શહેરનું એને વળગણ તો શું છે?

આગળ મૃગજળ ને પાછળ પાછળ હું,
ભટક્યો એવો કે હરણ તો શું છે?

હાં, હોઈ શકે 'હુસૈન' જૂઠ્ઠો પણ છે,
તો છે એની પિંજણ તો શું છે?


Rate this content
Log in