STORYMIRROR

Husen Gaha

Others

2  

Husen Gaha

Others

બીજું તો શું !

બીજું તો શું !

1 min
13.7K


ના રાખું અપેક્ષા હું કંઈ યાર બીજું તો શું?
હા કરજે ફરીથી તું યે વાર બીજું તો શું?

શું કરવી ચર્ચા? ને એની ચર્ચા યે પણ શું?
હા, પડશે સબંધોમાંજ તિરાડ બીજુંં તો શું?

ફેંકે છે પથ્થર કોઈ શાંત જળમાં જો!
છે, એમાંજ એનો રોજગાર બીજુંં તો શું?

જો ઈચ્છે હવે તું તો ફૂલો ખીલવું હરદમ,
કર સધળા વિશ્વને બસ તું પ્યાર બીજું તો શું?

યાદી તું ભલેને લાવ્યો દુશ્મનની પણ!
એમાંજ નીકળશે દોસ્તોની હાર બીજું તો શું?

પાનખર વિત્યે પાછા આવશે એ 'હુસૈન' છે,
બાકી દિવસ હજુ યે બેચાર બીજુંં તો શું?


Rate this content
Log in