STORYMIRROR

Husen Gaha

Others

2  

Husen Gaha

Others

હતી વાટ

હતી વાટ

1 min
2.9K


હતી વાટ પણ ક્યાં વરસ્યોછે?
દરિયો હજુ'ય પણ તરસ્યો છે.

શરમ જેવું છે ક્યાં કંઈયે પણ!
જઈને રણમાં ગરજ્યો છે.

નથી દૂર મંજિલ કંઈ પણ,
રસ્તો જખુદ જો ને વળગ્યો છે!

નથી ઓલવાતો કેમે'ય પણ!
દરિયો નફરતનો સળગ્યો છે.

નથી આંખમાં સપના કોઈ,
બસ નવો તમાશો સરજ્યો છે.

છે, શું? મૃગજળ સાથે નાતો!
જીવન ભર રણમાં ભટક્યો છે.

હજુય વેશ બદલીને આવે,
જુલ્મ રાવણનો ક્યાં અટક્યો છે?

નથી ભાન! બોલ્યો ને સાચ્ચું?
"હુસૈન" બહુજ તું ખટક્યો છે.


Rate this content
Log in