STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

પ્રજાસત્તાક દેશમાં.

પ્રજાસત્તાક દેશમાં.

1 min
13.7K


નથી સ્વતંત્રતાનો સાદ પ્રજાસત્તાક દેશમાં. 

ઠેરઠેર ઊભરાતી ફરિયાદ પ્રજાસત્તાક દેશમાં.

ટોળાંશાહી જોર જમાવતી લોકશાહી લેબલે, 

હિંસાહોળી માગતી દાદ પ્રજાસત્તાક દેશમાં. 

આતંકના ઉત્પાતે ભય ઓથાર છે પ્રજામાં, 

સૌના ચહેરે છે વિષાદ પ્રજાસત્તાક દેશમાં.

ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા શિષ્ટાચારને ભૂલાવતી, 

કેવળ નાણાંનો ઉન્માદ પ્રજાસત્તાક દેશમાં. 

માઝા મૂકતી મોંઘવારીમાં આમજન પીસાતો, 

પાંચ વર્ષે પ્રજાની યાદ પ્રજાસત્તાક દેશમાં. 


સામગ્રીને રેટ આપો
લોગિન