STORYMIRROR

Kiran shah

Others

3  

Kiran shah

Others

પ્રિત

પ્રિત

1 min
27.4K


આટલા લાબાં અંતરાલ બાદ

હવે મને પ્રિતની વ્યાખ્યા સમજાશે કેમ ?

મારી પ્રિતમાં શું અધુરપ રહી ગઈ ?

તારા નામે જીવી ગઈ


તારા વિરહમાં યમુના કાંઠે સ્થંભિ ગઈ

તોય કાન્હા આજ, પ્રિત શું એ સમજાવું

તારી પ્રેમિકા બની

મંદિરમાં તારી બાજુમાં સ્થાન પામી


કૃષ્ણની પહેલાં રાધા નામ આવે

રાધે રાધે કરતાં સધળા કષ્ટ ભાગે

તો પણ કાન્હા પ્રિત શું એ મને પૂછે છે?

હું તો તારા નામને જીવી ગઈ


પ્રેમ પ્રિત મને નથી ખબર

કાન્હા તું રાધાનો શ્વાસ વિશ્વાસ

મનથી કાન્હામય રાધા

સ્થળ કાળ કે પરિસ્થિતિથી પર


નામ વગરનો તારોને મારો સંબંધ

કૃષ્ણ જ સત્ય કૃષ્ણ જ જીવન

હવે વધારે આ

શબ્દોના ખેલ મને ના સમજાય


બસ જાણું જીવન એ કૃષ્ણાઅર્પણ

રાધા રાધા નહીં કૃષ્ણની છાયા

કૃષ્ણમાં વિલિન

કદાચ એજ પ્રિત હશે ?


કાન્હા બોલ શું સાચું જીવી એ કે

આજ શબ્દોમાં જે જગ શોધે ?


Rate this content
Log in