પ્રભુ
પ્રભુ
1 min
121
પ્રભુ, જગમાં વધી છે દુઃખોની માત્રા,
કજિયા કંકાસ ઠેર ઠેર કાવત્રા,
જલ્દી આવી પ્રભુજી મહેર કર,
માફ કર કોઈને તો કોઈને સજા કર,
આવું વધુ ન ચલાવ ઉપાય કર,
સૂકા ભેળું લીલું બળે આવું ન કર,
સાચી સમજણનો વરસાદ કર,
આ અરજ પ્રભુ તમને જોડીને કર.
